Gujarat

*લાઠી પો.સ્ટે.ના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૧૧૦/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો અપહરણના ગુનામાં મદદગારી કરી, નાસી જનાર આરોપીને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૨ ના રોજ ટોડા ગામના બસસ્ટેન્ડ પાસેથી પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
ઘનશ્યામ દડુભાઇ સોલંકી (ભાલીયા), ઉં.વ.૨૭, રહે.નવાગામ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220704-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *