Gujarat

જૂનાગઢ જિલ્લા મથકે તા.૨૮ તથા તાલુકા મથકે તા.૨૭ જુલાઈ એ યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં તા.૨૮/૦૭/૨૦૨૨ને ગુરૂવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે અને તા.૨૭/૦૭/૨૦૨૨ને બુધવારે સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકોને જિલ્લા મથકે આવવું ન પડે તે માટે ગામના તલાટીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુદ્દત બાદની અરજી, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગતા કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં,

જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે તા.૨૮/૦૭/૨૦૨૨ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૭/૦૭/૨૦૨૨ બુધવારના રોજ સવારના ૧૧ કલાકે મામલતદારશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *