નડિયાદ
ડાકોર એમજીવીસીએલના સબ ડિવિઝનમા ૩૦ જેટલા ગામો આવેલા છે. જેમાંના મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૂળિયાદ ગામની શેઢી શાખા કેનાલ પાસે પ્રવીણ માવજીભાઈ પટેલ, ચંદુભાઈ માવજીભાઈ પટેલ અને સુશીલાબેન ભુપેન્દ્રભાઈ પટેલ નાઓને ખેતી વિષયક વીજ જાેડાણ આપેલ છે. આ વીજ જાેડાણ વાળી લાઈન ઉપરઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ બી. એમ. પરમાર ગત તારીખ ૨૮ મે ૨૦૨૨ના રોજ નાયબ ઇજનેરને જાણ કરી હતી કે અમૃતપુરા ફીડરની વીજ લાઈન ચંદાસર ગામથી પ્રવીણભાઈ માવજીભાઈ પટેલ, ચંદુભાઈ માવજીભાઈ પટેલ તથા સુશીલાબેન ભુપેન્દ્રભાઈ પટેલના બોરકુવા ઉપર આપવામાં આવેલ છે. જે વીજ લાઈનના નંબર ન હોવાથી કપડવંજ ડાકોર હાઈવે રોડને અડીને આવેલા થાંભલાથી રોડ ક્રોસ કરી સામે ચંદાસર સીમમાં આવેલા રોડને અડીને પસાર થતી જેજીવાય લાઇનના થાંભલા ઉપર લખેલ નંબરની સામેની ખેતીવાડી ફિડરના થાંભલાથી પ્રવીણભાઈ માવજીભાઈ પટેલ થતાં અન્ય ઉપરોક્ત લોકોને વીજ જાેડાણ માટે જતી ભારે દબાણવાળી લાઈનના ૩૬ ગાળા જે વાયરો ૩૫૭૬ મીટર છે. જે કોઈ અજાણા ઈસમે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. વીજ તાર પોલ પરના ઇન્સ્યુલેટર પરથી કાપીને અજાણ્યા ઈસમ દ્વારા એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરીઓ ઉપરાંત હરીપુરા ગામમાં ગત ૨૦ જૂનના રોજ ઉપરોક્ત કર્મી દ્વારા તપાસ કરવામાં આવતા અહીંયા ખેતી વીજ જાેડાણ માટે વીજ લાઈન નાખી હતી. જે વીજ લાઈન પરથી અમૃતપુરા ખેતીવાડી ફિડરના પોલ પરથી ૬૬ કેવી ઠાસરા એસ એસ બાજુના આગળના પોલ પરથી ટ્રેપ થતી લાઈનના બે ગાળા છોડી વીજ લાઈનના વીજ તાર પોલ પરના ઇન્સ્યુલેટર પરથી કાપીને અજાણાઈ ઈસમ દ્વારા એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. આમ આ બન્ને બનાવોમાં કુલ રૂપિયા ૨ લાખ ૮૨ હજાર ૫૭૬ની કિંમતના વીજ વાયરોની ચોરી આચરી આર્થિક નુકસાન કર્યું હોવા બાબતે આજે ડાકોર એમજીવીસીએલના નાયબ ઇજનેર નરેશભાઈ તળપદાએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટ? હેઠળ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં વીજ વાયરોની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીંયા આવેલા મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વિજ લાઈનના થાંભલા પર લગાવેલા એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ચોરીની ઘટના મામલે ઠાસરા પોલીસમા એમજીવીસીએલના નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી છે. બન્ને જગ્યા પરથી ૨.૮૨ લાખના વીજ વાયરો કાપી ચોરી કરી આચરી હોવાનુ એફઆઈઆરમાં જણાવાયું છે.


