Gujarat

મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગુજરાત સરકાર દ્વારા પોષણ સુધા યોજના કાર્યરત છે, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર જમાડવામાં આવે છે. 

18 જૂને ગુજરાત પ્રવાસે આવેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની “પોષણ સુધા યોજના” ને વધુ વિસ્તારોમાં વિસ્તારવાનો અભિગમ અપનાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓને પોષણના લાભો આપવાનો છે. આ યોજના પ્રાયોગિક ધોરણે 2017-18માં શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં નોંધાયેલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ યોજના હેઠળ આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને એક સમયના ભોજન સાથે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પહેલા ફકત કવાંટ તાલુકામાં જ કાર્યરત પોષણ સુધા યોજના હવે ધીરે ધીરે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શરૂ થઈ રહી છે આજથી છોટાઉદેપુર નગરની આંગણવાડીઓ માં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220708-163001_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *