Gujarat

ભેંસાણના માંડવા ગામે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરતા જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી

નાના નાના ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા સાથે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. ત્યારે ભેસાણ તાલુકાના માંડવા ગામ ખાતે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રી લાભુબેન ગુજરાતીના હસ્તે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, તેનું વાતાવરણ નાના ભૂલકાઓને આકર્ષિત કરે છે.

જૂનાગઢ જિલ્લા આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ ભેંસાણના માંડવા ગામ ખાતે આંગણવાડી પંચાયતના મકાનમાં ચાલતી હતી. આથી મનરેગા યોજના હેઠળ નવી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. આ સ્માર્ટ આંગણવાડી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, ભૂલકાઓ આંગણવાડી પ્રત્યે આકર્ષિત થાય આંગણવાડીની દીવાલોમાં ક, ખ, ગ, શાકભાજી, વાર અને મહિનાના નામ સહિત જ્ઞાનની વસ્તુઓના ચિત્રો કંડારવામાં આવ્યા છે તેમજ બાળકો માટે વિવિધ જ્ઞાન સાથે ગમ્મતના રમકડા પણ આપવામાં આવ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસના ચેરમેનશ્રીના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચશ્રી ઉપ સરપંચશ્રી, મહિલાઓ, નાના ભૂલકાઓ, ગ્રામજનો તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

bhesan-mandva-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *