વિક્રમ સાખટ રાજુલા
ગામ ટીંબી ના માર્કેટિંગ યાર્ડ ( એ.પી.એમ.સી ) માં ગત વર્ષે તા ૧૫ નવેમ્બર 2020 ના રોજ કિસાન સુર્યોદય યોજનાનું મોટાપાયે તાલુકાના 26 ગામના ખેડૂતો માટે લોકાર્પણ કરવામાં આવેલ હતું….
ત્યારબાદ તા 17 મે ૨૦૨૧ ના રોજ તાઉતે વાવાઝોડુ આવેલ તેમાં ખેતીવાડી વીજપોલ , વીજવાયર , કેબલમાં બહુ નુકસાન થયેલ હતું ….
ત્યારબાદ આ વીજળીને ખેડૂતો માટે પુરવઠો પુનઃ ચાલુ કરેલ ત્યાર પછી આજે એક વર્ષ અને બે મહિના થયા હોવા છતાં કિસાન સૂર્યોદય યોજના ( ૨૬ ) ગામના તમામ ખેડૂતો માટે સદંતર બંધ કરેલ છે , અને રાત્રે બાર થી આઠ વાગ્યા સુધીમાં કુલ પાંચ થી છ કલાક જ વીજળી મળે છે….
આજે ખેડુતોને રાત્રે રોજ , ભુંડ , જંગલી જનાવરનો ખૂબ મોટા પાયે ત્રાસ હોવાથી આ કિસાન સૂર્યોદય યોજના ( ૨૬ ) ગામને આવરી લેતા ખેડૂતો માટે મુખ્ય પ્રશ્નો છે . તેથી આ કિસાન સૂર્યોદય યોજના ( ખેડૂતો ને દિવસે વીજળી મળી ) રહે અને આ તાલુકાના ( ૨૬ ) ગામ ને તત્કાલીન આ યોજનાનો પ્રશ્ન હલ થાય અને આ યોજના યુદ્ધના ધોરણે પુનઃ ચાલુ કરાવવા ૨૬ ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી….


