Maharashtra

મુંબઈમાં વરસાદના લીધે પાણી ભરાતા મુંબઈ બન્યુ માલદીવ વિડીયો વાયરલ

મુંબઈ
મુંબઇમાં સોમવારથી પડી રહેલા ભારે વરસાદથી શહેરીજનોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. પાણી ભરાવવાની ઘટનાઓ અને વરસાદ સાથે જાેડાયેલી ઘટનાઓના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા વિસ્તારો જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિ પાણી ભરેલા રોડ પર શાંતિથી સૂતો દેખાય છે, જ્યાએ બસ અને કાર પસાર થઇ રહી છે અને તેના પર પાણીના છાંટા ઉડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને જાેઇને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્‌સ આપી રહ્યા છે. વીડિયો વિક્રાંત જાેશી નામના વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરી છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે ધન્યવાદ, મ્સ્ઝ્ર, આ આદમીને મલાડમાં માલદીવનો અહેસાસ કરાવવા માટે. આ વીડિયોને શેર કરતાં જ અત્યાર સુધી હજારો લોકો દ્રારા જાેવાઇ ચૂક્યો છે. આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ૧૦,૦૦૦થી વધુ ફેસબુક યૂઝર્સ શેર કરી રહ્યા છે. એક યૂઝરે પોતાના બે મિત્રોને ટેગ કરીને લખ્યું ‘ચલો માદીવ જઇએ. એક અન્ય યૂઝરે પણ આ પ્રકારની કોમેન્ટ કરતાં લખ્યું કે ‘માલદીવ ઇન મલાડ’ તો બીજી તરફ એક ત્રીજા યૂઝરે લખ્યું કે એવું લાગે છે કે મિત્રએ પણ માલદીવને મહેસૂસ કરાવવામાં પોતાની મદદ કરી છે. તમને જણાવી દઇએ કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ બૃહન્મુંબઇ નગર નિગમના લોકોએ સમુદ્ર કિનારે જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *