છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ખાતે આવેલી વંદે ગુજરાત વિકાસયાત્રાનું આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા અને ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું દમામભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વીસ વર્ષનો વિશ્વાસ વીસ વર્ષનો વિકાસ થીમ પર વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સમગ્ર રાજયમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ખાતે આવી પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આદિસ્જાતિ વિકાસના નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા અને ગ્રામજનોએ દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસયાત્રાના સ્વાગત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટરે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સ્વયંસેવક તરીકે છોટાઉદેપુર વિસ્તારમાં આવેલા ત્યારે આપણા વિસ્તારમાં સાયકલ લઇને આવતા હતા એમ જણાવી તેમણે રાજય સરકાર વિકાસલક્ષી અભિગમને કારણે છોટાઉદેપુર જિલ્લામાં ખુબ સારો વિકાસ થયો છે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે રાજય સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી અદનો માનવી પણ વિકાસની મુખ્યધારામાં સામેલ થાય એ માટે સરકાર સતત પ્રયાસરત છે એમ જણાવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના દરમિયાન આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા અને અન્ય મહાનુભાવોએ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરી હતી. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા ગત વીસ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિડીયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


