રાજકોટ જિલ્લામાં અપમૃત્યુના બનાવો વધી રહ્યાં છે ત્યારે જેતપુર શહેરનાં જગાવાળા ચોરા વિસ્તારમાં આવેલ એપાર્ટમન્ટમાં રહેતી પરણિતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં મોત નીપજ્યું હતું. જે અંગેની જાણ થતાં જેતપુર પોલીસ કાફલો ઘટના સ્થળ આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
જેતપુર શહેરનાં જગાવાળા ચોરા વિસ્તારમાં રહેતાં રાહિલ રસિદભાઈ વાડીવાલા નાં નીકાહ છ મહિના પહેલા રાજકોટના સુજાનબેન સાથે થયાં હતાં જે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પત્નિ સુજાનબેન પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવાં પામી હતી
જે અંગેની જાણ આસપાસનાં લોકોને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી આથી જેતપુર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથધરી હતી. જયારે આ બનાવથી સમગ્ર વિસ્તરમાં શોકની લાગણી ફેલાઈ જવાં પામી હતી.
જયારે આ અંગે પરણિતાના પરિવારજનોએ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા લગ્ન બાદ શારિરીક તેમજ માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનાં પોલીસ સમક્ષ આક્ષેપો કર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાં પરણીતા તેમજ મહિલાઓ પર અત્યાચારનાં બનાવો વધી રહ્યાં છે ત્યારે જેતપુરની પરણિતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં મોત નીપજ્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે


