Gujarat

સુરતના રૂસ્તમબાગ મંદિરમાં ખારેક અને દાડમનો અન્નકૂટ ધરાવાયો

સુરત
સુરતમાં હાલ વરસાદી માહોલ વચ્ચે ધાર્મિક, સામાજિક અને રોજગારીને લગતાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. રૂસ્તમબાગ મંદિરમાં ૫૫૫ કિલો ખારેક અને ૬૦ કિલો દાડમનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લક્ષ્મણજીવનદાસ સ્વામીની પ્રેરણાથી હરિકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગુજરાત પદ્મશાલી મહાસભાનું પરવત ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતાં. તો શહેરમાં વધતાં જતા ઈલેક્ટ્રિક વાહનોને લઈને તેની સર્વિસથી રોજગારી યુવાનોને મળી રહે તે માટે મિકેનિકો અને ગેરેજ સંચાલકો ટ્રેનિંગ અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *