Gujarat

હિન્દુ ધર્મનું પ્રતિક ધર્મનગરી શક્તિપીઠ અંબાજીમાં અશાંત ધારો લાગુ થાય ગામજનો સમર્થન

અંબાજી આવનાર યાત્રિકો અને ગ્રામજનોની સુરક્ષા અને સલામતી માટે
સનાતન હિંદુ ધર્મ નું પ્રતીક ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું છે અને અંબાજી ગામમાં ૯૦ ટકા કરતાં વધુ હિન્દુઓની વસ્તી વસે છે માટે આ ધામને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે અંબાજી આસપાસના વિસ્તાર મા હાલમાં અમુક તત્ત્વો વસવાટ કરી રહ્યા છે અને આ લોકોની વસ્તી દિવસે દિવસે ખુબજ વધી રહી છે ત્યારે અંબાજી ખાતે આવતા માઈ ભક્તોની સુરક્ષા અને સલામતી તેમજ અંબાજી ખાતે રહેતાં સ્થાનીક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામજનો તથા હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ગામ માં અશાંત ધારો લાગુ થાય એવી માંગ ઉઠી છે અને આવનારા દિવસોમાં હિંદુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કામગીરી પ્રારંભ કરાવવામાં આવશે .
@@ *અંબાજી ના ગામજનો 15 જુલાઈના દિવસે ભવ્ય રેલી તથા રોજગાર બંદ રાખી અશાંતધારાને સમર્થન આપશે* @@
15 જુલાઈના દિવસે અંબાજી ગામના તમામ વેપારીઓ પોતાના વેપાર ધંધા રોજગાર બંદ રાખીને હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વધુમા વધુ અંબાજી ગામજનો તથા દરેક સમાજ જોડાય અને અશાંત ધારા ના કાયદાને સમર્થન આપે એવું હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે
અંબાજી ખાતે પ્રજાપતી ધર્મશાળા મા બપોરે 4 વાગે હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી ગામના પત્રકાર મિત્રો , અંબાજી ગામ ના સર્વે સમાજોના આગેવાનો અને હિંદુ હિત રક્ષક સમિતિના આયોજકો હાજર રહ્યા હતા આ મીટીંગમા જણાવવામા આવ્યું હતું કે અંબાજીને હિંદુ ધામ બનાવવું અને અંબાજીમાં અશાંત ધારો લાગુ થાય તે માટે તંત્રને રજૂઆત કરવી..
@@ *શું છે અશાંત ધારો ? આ કાયદાને ટૂંકમાં સમજો* @@
 જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે , અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે . સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે . જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે , અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે . અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે . અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘ સુઓ મોટો ’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે .
 *અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

pic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *