સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુરુપૂર્ણિમાનાં પાવન અવસર પર સરસ્વતી વિદ્યામંદિરમાં વકૃત્વ સ્પર્ધા, નાટકની સાથે છેલ્લે તમામ વિધાર્થીઓએ સાથે મળીને રાસ ગરબા રમી ત્રિવેણી સંગમ સાથે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. તમામ વિધાર્થીઓ પોતાના ગુરુનું કંકુનાં ચાંદલા વડે પૂજન કરીને ગુરુ શિષ્ય પરંપરા મુજબ ગુરુ દક્ષિણામાં એક સમાજમાં સારો નાગરિક બનીને સમાજ અને સંસ્થામાંની સેવા કરવા ભવિષ્યમાં ખડે પગે ઉભા રહેશે એવી પ્રતિજ્ઞા લીધી હતી. અંતે આપણી પરંપરા મુજબ રાષ્ટગીત ગાઈને સૌ છુટા પડ્યા. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રીમોહિતભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર શિક્ષિકા ગીતાબેન, રીનાબેન અને તમામ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.


