સંત નિરંકારી સત્સંગ ભવન,ગોધરા ખાતે મિશનના સંયોજીકા પ.પૂ.વિદ્યાબહેનજીની અધ્યક્ષતામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું મંચસંચાલન મહા.અજયજીએ કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાની બહેનોના કર્ણપ્રિય ભજનથી થઇ હતી.સંતરોડના સંતશ્રી ગિરીશજી કહ્યું હતું કે જો સદગુરૂ સાચા અને પૂર્ણ હોય તો દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે.મહા.શ્રી ઇશ્વરભાઇ સેવકાનીએ ગુરૂપૂર્ણિમાના મહત્વને સમજાવતાં કહ્યું હતું કે સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું,તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ “વેદ વ્યાસ’’ ૫ડ્યું. મહા.કાનજીભાઇએ ગુરૂની મહિમાનું વર્ણન કરતી સુંદર આરતી ગાઇ હતી.
નવીવાડીના શ્રી વિનોદભાઇ માછીએ કહ્યું હતું કે ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે,જ્ઞાનનો આદર છે,જ્ઞાનનું પૂજન છે,બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે જે સ્વંયમ્ ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.જે જીવને સદગુરૂ દ્રારા બ્રહ્મજ્ઞાન નથી મળતું તે પુનઃ લક્ષચૌરાશી યોનીઓમાં ચક્કર ફર્યા જ કરે છે પરંતુ જે જીવને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તે જીવ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.
વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કે જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે,તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્ શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ (પરમાત્મા)ને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે.જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે.સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે કારણ કે ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.
વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રવચનમાં પ.પૂ.વિદ્યાબહેને કહ્યું હતું કે *સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્તજ કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પૂર્ણ સદગુરૂની એ જ ઓળખાણ હોય છે કે તે માયાનો ૫ડદો હટાવીને બ્રહ્મનાં દર્શન કરાવી દે છે અને પોતાની શરણમાં આવેલા જિજ્ઞાસુઓને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


