શ્રી વીશ્રુત જોષી એ જણાવ્યું હતું કે, કટોકટીની પળોમાં દર્દીઓની આરોગ્યની કાળજી લેવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કટીબધ્ધ છે. ત્યારે લોકોને વધુ સારી અને તાત્કાલીક આરોગ્ય સેવા પુરી પાડવામાં કલેક્ટરશ્રી રચિત રાજનું સતત માર્ગદર્શન મળતું રહે છે. તેમણે ઉમેર્યુ હતું કે, કલેકટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી સાથે દર મહિને મીટીંગ યોજવામાં આવે છે. સ્ટાફને કલેક્ટરશ્રી, ડીડીઓ, એસપીશ્રીનું સતત મોટીવેશન મળતું રહે છે.
