આજના મોંધવારીના સમયમાં નોકરી મળવી મુશ્કેલ છે તેમાં પણ જો સરકારી નોકરી મળે તો તે ભાગ્યશાળી જ કહેવાય. સરકાર દ્વારા અનેક વિભાગોમાં ભરતી થઇ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ વિધા સહાયકોની ભરતી કરીને અમને સૌને રોજગારી આપવા માટે ગુજરાત સરકારના આભારી છીએ. મારા જેવા અનેક લોકોને રોજગારી અને કાયમી નોકરી મળી છે. જૂનાગઢ જિલ્લામાં પણ ૪૫ જેટલા ભાઇઓ બહેનોને વિધા સહાયકની નિમણૂક પત્રો ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે મળ્યો છે તે સૌને પણ હું અભિનંદન પાઠવું છુ. તેમ જૂનાગઢ જિલ્લાના ધરમપુરના વતની જણાવે છે. તેઓને જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચન્દ્રનગરની પ્રાથમિક શાળામાં તેઓને પ્રથમ નિમણૂક મળી છે
મેંદરડામાં નિમણુંક પામનાર જુનાગઢના વતની તૃપ્તિબહેન મોરવાડિયા કહે છે કે બેરોજગારીમાંથી રોજગારી તરફ લઈ જવા માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ.
મજેવડીના રહેવાસી જાગૃતિબેન વાસોલિયા ભેસાણ તાલુકાના માલીડામાં નિમણૂક મળી છૅ, તેઓ કહે છે કે પુરા ગુજરાતમાં ૩૩૦૦ વિધા સહાયકોની સંપુર્ણ પારદર્શક રીતે ભરતી કરાઇ છે. જેના કારણે ગુજરાતની સરકારી શાળા ઓને લાયકાતવાળા શિક્ષકો મળ્યા છે. અને શિક્ષણની ગુણવત્તા વધુ ઉપર લઈ જવા અમે પ્રયાસો કરીશું.


