Gujarat

ગોઠણ સુધીના પાણીમાં વંથલીના સુખપુર ગામે પહોંચી મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્ય તપાસણી કરાઇ 

 જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિમાં પણ આરોગ્ય કર્મીઓની ફરજ નિષ્ઠા જોવા મળી રહી છે.

મહોબતપરા પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દર્શનભાઇ પુરોહિતે મમતા દિવસને અનુલક્ષીને ટીટનશ(ટીડી) પેન્ટાવેલન, પોલિયો સહિતની રસીના ડોઝ આપવામાં માટે ગોઠણ સુધી ભરાયેલ પાણીમાં પણ વંથલી તાલુકાના સુખપુર ગામે પહોંચ્યા હતા.

સગર્ભા, કિશોરીઓ, ધાત્રીમાતા અને બાળ આરોગ્ય માટે ઉજવાતા મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વરસાદની સ્થિતિમાં આરોગ્ય કર્મીઓની ભારોભાર ફરજ નિષ્ઠા જોવા મળી હતી.

સુખપુર ગામે મમતા દિવસની ઉજવણીમાં ફિમેલ હેલ્થ વર્કર જ્યોતીબેન ચુડાસમા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર શ્રધ્ધા ખાનપરા પણ જોડાયા હતા.

આ આરોગ્ય કર્મીઓની વરસા વરસાદ વચ્ચેની કામગીરીને વંથલીના હેલ્થ ઓફિસર શ્રી કે.કે.બગડા અને શાપુરના મેડિકલ ઓફિસર ડો.સતીષ પરમારે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Aarogy-karmi2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *