Delhi

વડાપ્રધાન મોદી ૧૬, જૂલાઈએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કરશે

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬મી જુલાઈ, ૨૦૨૨ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે ૧૧ઃ૩૦ વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્‌ઘાટન કરશે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો. એક્સપ્રેસવે પરનું કામ ૨૮ મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના નેજા હેઠળ આશરે રૂ. ૧૪,૮૫૦ કરોડના ખર્ચે ૨૯૬ કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે દ્ગૐ-૩૫ થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે – ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા. આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે, બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પહેલાં તબક્કામાં ૫૦ કિલોમીટરના ફિજિકલ અને વિજ્યુઅલ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કાનું કાર્ય પ્રગતિ પર છે. એક્સપ્રેસ-વેમાં સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમાં લગભગ ૧૨૮ પોલીસ જવાનોને તૈનાત કરવાની તૈયારી છે, સાથે જ આ એક્સપ્રેસવે પર ૧૨ ઇનોવા ગાડીઓ દ્રારા સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ૨૪ કલાક અહીંથી પસાર થનાર વાહનો પર નજર રાખી શકાય. કેન્દ્ર સરકાર દેશભરમાં કનેક્ટિવિટીને વધુ સારી બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે અને આ કડીમાં પ્રધાનમંત્રીએ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૨૦ ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ આ આ એક્સપ્રેસ હાઇવેને બનાવવાના કામને ૨૮ મહિનાની અંદર પુરૂ કરી લેવામાં આવ્યું અને હવે ઉદઘાટનનો વારો છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *