Gujarat

વલસાડના ધરમપુરમાં પત્ની, સંતાનોને મળવા જતા યુવકને માર મરાયો

વલસાડ
વલસાડના ધરમપુરના જેલરોડ ઉપર રહતો મક્સુદ હમીદભાઈ શેખ તારીખ ૧૧ના ખેરગામથી તેના ધરમપુર ખાતે આવેલા ઘરે રહેતી પત્ની અને સંતાનોને મળવા પહોંચ્યા હતો. ઘરનો દરવોજાે ખોલનાર મકસુદના પિતરાઈ ભાઈ જાવેદ વાહીદખાન પઠાણ તથા સગો ભાઈ મુફીત હમીદભાઈ શેખે મુકસુદને તારે અમારા ઘરે આવવાનું નહી અને તારા બાળકોને મળવાનું નથી એમ કહી મારવા દોડતા મક્સુદ ભાગીને તેના ઘરની પાછળ જતો રહ્યો હતો. જ્યા બન્ને આરોપીઓએ મક્સુદને પકડીને લાકડાથી ફટકાર્યો હતો. આ દરમિયાન આવી પહોંચેલો મક્સુદનો બીજાે સાવકો ભાઈ જુનેદ વાહીદખાને તેને ઢીક્કા-મુક્કાનો માર માર્યો હતો. જે બાદ મક્સુદની પત્ની તથા આરોપી જાવેદ ધરમપુર પોલીસમથકે પહોંચીને તેમને ત્યા બનેલી ઘટનાની જાણ કરતા પોલીસ મક્સુદને પોલીસમખકે લઈ ગઈ હતી. જે દરમિયાન આરોપીઓએ મક્સુદને બીજીવાર અમારા ઘરે આવતો નહી નહીં તો તને જાનથી મારી નાંખીશું તેમ કહી ગાળો આપી હતી. પોલીસમથકમાં લઈ જવાયેલા મક્સુદ શેખ તથા પત્ની તેમજ ભાઈઓના કથિત વ્યવહારથી નાસીપાસ થઈને તેના મોઢામાં રહેલા એક બ્લેડના કટકાથી પોતાના ડાબા હાથના કાંડે બ્લેડ મારી દીધી હતી. આ સાથે જ તે લોહીલુહાઈ થઈ જતા તેને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *