બોડેલી તાલુકા સહિત
છોટાઉદેપુર જિલ્લા ના આસપાસના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદને લઇને મોટા પ્રમાણમાં લોકોના ઘરોમાં અનાજ સહિતની ઘરવખરી સામાન ને નુકસાન થતાં અનેક સંસ્થાઓ દ્વારા બોડેલી વિસ્તારના અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાની કામગીરી થઇ રહી છે આજરોજ સુન્ની વોરા સમાજ નડિયાદ દ્વારા નવા કપડાં તેમજ સાડી નું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

