Gujarat

ચોમાસામાં પાણી ભરાતા બિન ઉપયોગી ટાયરો, ભંગાર, વાસણો, માટલા કે અન્ય વાસણોને નાશ કરવા ઝૂંબેશ શરૂ

 મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત જુલાઇ મહિનાને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણીના ભાગરૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લઘુ શિબીર, પ્રદર્શન શિબિર, મચ્છરદાની વિતરણ તેમજ ચોમાસામાં પાણી ભરાતા બિન ઉપયોગ ટાયરો, ભંગાર, વાસણો, માટલા કે અન્ય વાસણોને નાશ કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી રહી છે.

મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત જોખમી ગામોમાં મેલેરીયા રોગ અંગે જાગૃતિ કેળવવા શિબિર તથા સર્વેલન્સ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. ૧૨૫ લઘુ શિબિર તથા ૪૦ પ્રદર્શન શિબિર યોજવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટર ખાતે ગપ્પી ફિશ, સ્થળ પર નિદાન કીટ, લાંબાગાળાની મચ્છરદાની, જીવંત મચ્છર તથા મચ્છરના લારવા લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના મેલેરીયા માટે જોખમી ગામોની લોકોને વાહકજન્ય રોગથી રક્ષિત કરવા માટે ૨૭૦૦૦ લાંબાગાળાની દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું. જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ ફેરણી દરમિયાન ૩૮૬૦ જુથ ચર્ચા યોજવામાં આવશે. જિલ્લાના ગામોમાં ૩૫૦ વાહકજન્ય રોગ નિયંત્રણ અંગેના સુત્રો તથા ૧૦ વોલ પેઇન્ટીગ કરવામાં આવ્યા છે. ૩૦૦ પોસ્ટર લગાવવા તથા ૬૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાઇને મચ્છર ઉત્પતિ કેન્દ્રો બને તેવા બિન ઉપયોગી ટાયરો, ભંગાર, વાસણો, માટલા કે અન્ય વાસણોનો નાશ કરાવવા અંગેની ઝૂંબેશ કામગીરી કરવામાં આવી રહી છે.

ચોમાસાની ઋતુને લઇને મેલેરીયાના લક્ષણો જેવા કે ઠંડી સાથે તાવ આવવો, તાવ એકાંતરે કે રોજ પણ આવી શકે, માથાનો દુઃખાવો તથા શરીરનો દુઃખાવો, પરસેવા સાથે તાવ ઉતરે છે. ઉલ્ટી ઉબકા થવા, ઝેરી મેલેરીયા તાવમાં સારવાર લેવામાં ન આવે તો દર્દી બેભાન થાય છે અને મૃત્ય પણ થઇ શકે છે. આવા કોઇ પણ લક્ષણો દેખાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાનામાં સારવાર લેવા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી હરસુખ રાદડીયાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *