Gujarat

તા.૧૫ના માળિયા હાટિનાના જુથળ અને વંથલી તાલુકાના કણજા સહિતના ગામોમાં વંદે ગુજરાત વિકાસયાત્રા પધારતા તેનું ભવ્ય સ્વાગત કરાશે

માળિયા હાટિનાના જુથળ અને વંથલી તાલુકાના કણજા સહિતના ગામોમાં વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા તા.૧૫ના પધારતા તેનું ભવ્ય સ્વાગત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા કરાશે. આ રથમાં રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો દેખાડાશે. જેમાં રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવશે.

વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા તા.૧૫ના સવારે માળિયા હાટિના  તાલુકાના  જુથળ ગામ જશે. જેમાં  પાણીધ્રા, જેમાં અવાણીયા, માતર વાણિયા, તરસિંગડા, બોડી,  ભાંખરવડ, જૂના/નવા ગળોદર, શેરીયાખાણ, જામવાડી, જૂથળ, પીખોર, લાઠોદ્રા, વડાળા, પાણીધ્રા, ગાંગેચા તેમજ સાંજે જૂના ગળોદર ગામે રથ જશે. જેમાં ખેતીવાડી અધિકારીશ્રી જી.એસ. દવે, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એન. ચૌધરી આંકડા મદદનીશશ્રી આર.ટી.મેસવાણિયા સહિતના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

        આ ઉપરાંત તા.૧૫ ના રોજ સવારે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા વંથલી તલુકાના કણજા ગામે જશે. જેમાં  ખુંભડિ, થાણા પીપળી, વસપડા, નગડીયા, કણજા, ખોરાસા, લુશાળા, ટીકર પાદરડી, આખા, સેંદરડા, ટીનમસ, ખુંભડી, ગોદાઇ વગેરે ગામોનો સમાવેશ થશે. જેમાં પ્રાંત અધિકારીશ્રી અનુલ ચૌધરી, ચીફ ઓફીસરશ્રી જે.વી.ઢોલિયા, એમેટી ચુડાસમા  સહિતના અધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.

પારૂલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *