Gujarat

રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૨ શખસ ઝડપાયા

રાજકોટ
રાજકોટ શહેર એસઓજીએ બાતમી આધારે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતેથી રાજકોટના ઉમંગ ગોવિંદ ભુત અને ફ્રૂટના વેપારી જલાલ તાલબ કાદરીને એમડી ડ્રગ્સ અને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એએસઆઈ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર, પેરોલ ફર્લોના મહિલા કોન્સ્ટેબલ શાંતુબને મુળીયા પણ જાેડાયા હતા. તેમજ ડ્રગ્સ અંગે પ્રાથમિક પરીક્ષણ માટે એફએસએલના અધિકારી વાય.એચ. દવેએ કામગીરી કરી હતી.રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઉમંગ પટેલ અને જલાલ સૈયદ નામના શખસને એસઓજી ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓ પડીકીઓ બનાવી બંધાણીઓને વેચતા હોવાનો ખુલાસો થયો છે. રૂ.૪૦ હજારની કિંમતનું ૪ ગ્રામ ડ્રગ્સ, દારૂની એક બોટલ, ઇલેક્ટ્રિક બેટરી વાળા ૩ વજન કાંટા, પ્લાસ્ટિકની વેક્યુમ વાળી નાની ૧૦ પડીકીઓ, આઈફોન સહિત રૂ.૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *