Gujarat

ખેડા એસટી ડેપોની મુલાકાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

વિદ્યાર્થીઓ માટેની બસોની નિયમિતતા જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કર્યો અનુરોધ
**************
સામાન્ય પરિવારના બાળકોના ભવિષ્ય અંગે સંવેદનશીલતા દાખવી વ્યવસ્થા ગોઠવવા એસટી સ્ટાફને માર્ગદર્શન આપ્યું
**************
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજ રોજ ખેડા ખાતે એસટી બસ ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી. એસટી ડેપોની સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા તથા બસોની નિયમિતતાની ચકાસણી કરી કેબિનેટ મંત્રી એ એસટી સ્ટાફ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સાદરા, વણસોલ, સણસોલી ગામોમાં બસોના પ્રશ્નો અંગે ચર્ચા કરતા મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ માટેની બસોની નિયમિતતા ખાસ જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ જો પરીક્ષા દરમ્યાન એક બસ ચૂકી જાય તો તેમનું આખુ વર્ષ બગડી શકે, માટે વિદ્યાર્થીઓ માટેની બસો અંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે મંત્રીશ્રીએ સામાન્ય પરિવારના બાળકોના ભવિષ્ય અંગે સંવેદનશીલતા દાખવી એસટી સ્ટાફને ઉચિત વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન આપ્યું હતું

IMG-20220715-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *