Gujarat

રાજકોટમાં કોરોનાના ફ્રી બૂસ્ટર ડોઝ મૂકવાનો પ્રારંભ

રાજકોટ
ભારત સરકારે ૧૮થી ૫૯ વર્ષની ઉંમરના તમામ લોકો માટે કોવિડ-૧૯ની વેક્સિનનો ફ્રી બૂસ્ટર ડોઝ મૂકવાની જાહેરાત કરી છે. આ બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત આજથી શરુ થઈ છે અને આગામી ૭૫ દિવસ સુધી આ ડોઝ મળી શકશે. રાજકોટ જિલ્લામાં ૬.૭૭ લાખ અને શહેરમાં અંદાજિત ૮ લાખ લોકોને બૂસ્ટર ડોઝ લેવાના બાકી છે. ત્યારે રાજકોટમાં સવારથી પીએચસી ખાતે લોકો ઉમટ્યા હતા અને બુસ્ટર ડોઝ લેવા લોકોની લાંબી લાઈન લાગી હતી. બે ડોઝ સુધી મનપા સારી કામગીરી રહી છે. અત્યારસુધીમાં ૧૪ લાખ ૪૮ હજાર લોકોને રસીનો બીજાે ડોઝ આપી દેવામાં આવ્યો છે. બુસ્ટર.માટે પણ મનપા સારી કામગીરી કરવા સજ્જ છે. વિવિધ ૨૪ સ્થળે ડોઝ આપવમાં આવી રહ્યા છે.આ ડોઝ લેવાથી આપણને વાઈરસ સામે વધુ સુરક્ષા મળશે. બીજી મહત્ત્વની વાત એ છે કે કેસની સંખ્યા અને ઈન્ફેક્શનનું પ્રમાણ હાલ ઘટ્યું હોવા છતાં પ્રથમ અને બીજા ડોઝ પછી સમયની સાથે આપણામાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે, ત્યારે જાે હાલ આ ડોઝ લેવામાં આવશે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી જશે. જે નાગરિકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો હોય તેને ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. રાજકોટ મહાનગરપાલિકા સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં.૨૮ વિજય પ્લોટ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યૂ રઘુવીર આરોગ્ય કેન્દ્ર હુડકો નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, જંક્શન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ કોમ્યુનિટી હોલ, ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, આઈએમએ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર અને કોઠારિયા આરોગ્ય કેન્દ્ર સહિતની સેશન સાઇટ ખાતે વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *