આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ શનીવારે સવારે કવાંટ તાલુકાના પાનવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. રથનું હાજર સૌ મહેમાનો અને ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે સામૈયું કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચયાતના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાએ જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં આપણા ગુજરાતમાં ભાજપની સરકારનું શાસન છે ત્યારથી ગુજરાત અવિરત પણે વિકાસ કરી રહ્યો છે. શિક્ષણની વાત કરીએ તો આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ સાથે જ ખેડૂત ભાઈઓ માટે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પીએમ કિસાન નિધિ થકી દર ત્રણ મહિને ૨૦૦૦ રૂપિયા આપણા ખાતામાં નાખે છે. જેનાથી આપણને ખેતી ખર્ચમાં સારો લાભ થાય છે. આ સાથે જ આપણી સરકારે આદિવાસી વિસ્તાર માટે પણ અનેક કામો કર્યા છે. જે આ અગાઉની કોઈ સરકાર કરી શકી નથી.અત્યારે આપણા વિસ્તારમાં જે કંઈ પણ વિકાસ દેખાય છે એ આપણી ભાજપ સરકારની જ દેન છે.
તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી હર્ષિતભાઈ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, એમજીવીસીએલ સ્ટાફ, પ્રાથમિક શાળા અને આંગણવાડીના સ્ટાફ અને બાળકો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના ચાર, વીજ જોડાણના ચાર, વૃદ્ધ પેંશન યોજના ત્રણ અને મફત એસટી બસ પાસ ના બે લાભાર્થીઓને હુકમ, કીટ અને પાસ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

