Gujarat

બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે રેલ્વે ટ્રેક પર ના બ્રીજ ઉપર ગાબડુ પડતા બન્ને સાઈડ ની ટ્રેનો  અટકાવાઈ  

ગઈકાલે રાત્રે બોડેલીમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડતાં બોડેલી તાલુકાના પાટણા પાસે રેલવે ટ્રેક પરના બ્રિજ ઉપર ગાબડું પડતા વડોદરા પ્રતાપ નગર થી છોટાઉદેપુર ની ટ્રેન છુટાપૂરા પાસે અટકાવવામાં આવી હતી   તેમજ છોટાઉદેપુર થી પ્રતાપનગર જઈ રહેલી ટ્રેન ને બોડેલી રેલ્વે સ્ટેશને અટકાવાઇ બન્ને ટ્રેન ના મુસાફરો ને ખાનગી વાહન મારફતે અવર જવર કરી મુસાફરો ને બોડેલી રોકાયેલી ટ્રેન માં મોકલાયા જ્યારે પ્રતાપનગર જઈ રહેલા મુસાફરો ને છુછાપૂરા રોકાયેલી ટ્રેન માં મોકલાયા હતા
 બોડેલી તાલુકાના પાટણા ગામ નજીક થી પસાર થતા કોતર ઉપર રેલ્વે દ્રારા બનાવવા માં આવેલ બ્રીજ ની એક બાજુ ગાબડુ પડયુ હતુ જે ગત રાત્રે પડેલા  વરસાદને પગલે ધોવાઇ ગયુ હતું જેની જાણ આજ રોજ રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહેલા રેલવે કર્મચારીને થતા તેઓ બોડેલી રેલ્વે સ્ટેશને જાણ કરતા બોડેલી રેલ્વે વિભાગ દ્વારા ત્વરિત છોટાઉદેપુરથી પ્રતાપનગર જઈ રહેલી ટ્રેન ને બોડેલી રેલ્વે સ્ટેશન ખાતે અટકાવવા માં આવી હતી જ્યારે પ્રતાપનગર થી છોટાઉદેપુર જઈ રહેલી ટ્રેન ને છુછાપુરા રેલ્વે સ્ટેશન ખાતે અટકાવવા માં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220719-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *