Gujarat

ધોરાજી પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ: સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાયા, તંત્રના પાપે ખેડૂતોને હાલાકી

રાજકોટ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. રાજકોટના ધોરાજીમાં સ્ટેટ હાઈવે અને નગરપાલિકા તંત્રની હદના ઘણા વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. સામાન્ય વરસાદમા જ રસ્તાઓ ધોવાતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે. તથા રસ્તાઓ ધોવાતા સ્થાનિકો તેમજ ખેડૂતો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલ શફુરા નદી આગળ આવેલ ધોરાજી પોરબંદર નેશનલ હાઇવે નીચે આવેલ રસ્તો ધોવાઈ જતા 500 વીઘાનાં ખેડૂતો મૂશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.હાલ ચોમાસામાં આ નાળા નીચે વરસાદના કારણે ધોવાઈ જતા હાલાકી ભોગવવી પડી રહી છે.
ધોરાજી પંચનાથ મહાદેવ થી શફૂરા નદી આગળ હાઇવે ઓથોરિટીનાં ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના કારણે એક સાઇડ નો રોડ સાવ ધોવાઈ ગયો છે. આ બાબતે ખેડૂત રસિકભાઈ બાબરીયા તેમજ જયેશભાઇ વઘાસીયાનાં જણાવ્યા અનુસાર આ રોડમાં નીચેથી જમીન સરકી જતા ઉપર ફક્ત રોડ જ હોઈ જેથી અહીંના રોડ પરથી પસાર થતા 500 વીઘાના ખેડૂતો પસાર થવામાં તકલીફ થઈ રહી છે તેમજ ખેડૂતોને આવન જવા માટે એક જ રોડ હોય જેથી ચોમાસાના વરસાદી પાણી ભરેલ હોય આ રોડમાં અકસ્માતનો ભય રહેલો હોય જેથી સત્વરે ખેડૂતો આ રોડની મરામત માટે માંગ કરી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220719-171626__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *