Gujarat

વીરપુરમાં અપના હાથ જય જગન્નાથ, તૂટેલા રોડના રીપેરીંગનો ખર્ચ લોકોએ ઉઠાવ્યો

કાઠીયાવાડમાં એક કહેવત પ્રચલિત છ કે પારકી આશા સદા નિરાશ. પારકી આશાએ બેસી રહેનાર લોકોને નિરાશા સિવાય કશું જ હાથ લાગતું નથી તે વાત વીરપુર (જલારામ) નાં લોકો સારી રીતે સમજી ચુક્યા છે. તૂટેલા રોડ નવા ક્યારે બનશે તેની રાહ જોવાની ધીરજ હવે ખૂટી ગઈ છે ત્યારે પારકી આશાએ બેસી રહેવાને બદલે જાતે રોડના રીપેરીંગ માટે કામનો પ્રારંભ કરી દીધો છે.
સૌરાષ્ટ્રના વિખ્યાત સંત જલારામ બાપા ના ધામમાં લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય છે. પરંતુ આ વિખ્યાત યાત્રા ધામ પર પ્રવાસીઓ આવે તો તેને બસસ્ટેશનથી મંદીર તરફ જતો રોડ મગરની પીઠ જેવો બની ગયો છે. વરસાદને કારણે નબળી ગુણવત્તાનો આ રોડ મસમોટા ખાડાથી સ્થાનિક તંત્રનું નાક કાપી રહ્યો હતો  સાથે જ આ ખાડાથી ભરપૂર રોડ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે મુશ્કેલીનો માર્ગ પણ બની ગયો છે.ખાસ કરીને આ જ રોડ પર યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની મંદિર,તેમજ ભોજનશાળા રાત્રી રોકાણ માટેનું અતિથિગૃહ તેમજ ધર્મશાળા પણ આજ રોડ પર આવેલ છે,ચોમાસાના વરસાદને લઇને કેટલાક વાહન ચાલકો ફસાયા છે તો કેટલાક બાઇક ચાલકોની બાઇકો સ્લીપ થવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે જેમને લઈને વિરપુર આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોએ આ રોડ તંત્ર દ્વારા સત્વરે નવો બનાવવાની માંગ કરી રહ્યા હતા વળી બહારથી આવતા પ્રવાસીઓ બસસ્ટેશનથી ગામમાં પ્રવેશ કરે ત્યારે સીધા જ ખાડાના સામ્રાજ્યમાં આવી ગયા હોય તેવી અનુભુતી કરાવે છે જેથી પ્રવાસીઓ પણ તંત્રની ખરાબ છબી સાથે લઈને જાય છે.પરતું ગ્રામ પંચાયત સહિત કચેરીઓ બે ધ્યાન હોઈ આ રોડને મરામત કરાવવામાં આળસ આવી રહી હોઈ જેથી અહીંના સ્થાનિક લોકોએ અપના હાથ જય જગન્નાથ,નાં સુત્રને સાર્થક કરતા રોડનું મરામત કરવાનું ચાલુ કર્યું હતું
જલારામ મંદિરના મુખ્ય રોડ ધમધમે છે તે તૂટેલો બિસ્માર હાલતમાં પડ્યો છે. રોડ છેલ્લા પાંચ વર્ષથી થયો જ નથી  તૂટેલા બિસ્માર રસ્તાથી સ્થાનિક લોકો પહેલેથી જ પરેશાન હતા તો વળી છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદે હતો તે રોડ પણ ધોઈ નાખ્યો છે જેથી હવે આ રોડ પરથી વાહન લઈને નીકળી સકાય તેવી સ્થિતિ પણ રહી ના હોવાથી નિયમિત હજારો દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક લોકોને ભયંકર હાલાકી ભોગવવી પડતી હોવાથી તંત્ર રોડ રીપેર કરશે તેવી પારકી આશા મુકીને સ્થાનિક લોકો પોતે રકમ એકત્ર કરીને રોડની મરમ્મત કરાવી રહ્યા છે. રોડમાં ગાબડા પડેલા છે તેમાં માટી, કપચી ભરીને  રોડ પરથી વાહનો ચલાવી સકાય તેવો બનાવી રહયા છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220719-174723__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *