Gujarat

ઉના તાલુકાના ભીંગરણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયું.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં  5 જુલાઈ થી 19 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસ યાત્રા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પધારેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું ભીગરણ ગામે ઉનાના પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ ની હાજરી માં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.
20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં  5 જુલાઈ થી 19 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
 રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસ યાત્રા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પધારેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું ભીગરણ ગામે ઉનાના પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ ની હાજરી માં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.
 આ તકે ઉપસ્થિત મહાનુભાવો એ 20 વર્ષની વિકાસ ગાથાનું આલેખન કર્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ ઉપસ્થિત ગ્રામજનો ને અનુરોધ કર્યો હતો વિકાસ રથ યાત્રા અંતર્ગત વિકાસ નાં કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા વાનગી પ્રદર્શન યોજવામા આવ્યું હતું તેમજ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો એ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ બચાવવાનો  સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હીતેશભાઈ ઓઝા,  તાલુકા વિકાસ અધિકારી કિશોર અગ્રાવત તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ,  તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, જિલ્લા પંચાયત નાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઇ બાંભણીયા, જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ, જિલ્લા પંચાયતનાં સદસ્ય નાં પ્રતિનિધિ પાલાભાઈ વાળા, કાળુભાઇ સરવૈયા અને સરકારી વહીવટી તંત્રનાં કર્મચારીઓ અને અધિકારીઓ અને ગ્રામપંચાયતનાં હોદેદારો  સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનું સફળપણે સંચાલન વસંતભાઈ ગઢીયા એ કર્યું હતું અને કાર્યક્રમ નાં અંતે આભાર વિધિ લખમણભાઇ બાંભણીયા એ કરી હતી.

IMG-20220719-WA0593.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *