Gujarat

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે CHO ઇન્ડકશન તાલીમ શિબિર યોજાઈ .    

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે નાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટે ની દશ દિવસિય તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જે ૧૯જુલાઈ થી ૨૯ જુલાઈ સુધી ચાલશે, જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ને સમુદાય માં કરવા ની થતી આરોગ્ય ની કામગીરી બાબતે સેન્સીટાઈઝ કરવા માટે આજરોજ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર નાં સ્ટેટ નોડલ ઓફિસર ડો.પીઆર સુથાર તાલીમ શિબિર માં ઉપસ્થિત રહી ઉપસ્થિત તાલીમાર્થીઓને જરુરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સીએચઓ ઇન્ડકશન તાલીમ શિબિર માં  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી તથા જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ પણ હાજર રહી સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવા ની થતી આરોગ્ય સેવાઓ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220720-184149_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *