આજે આપ નેતા ગોપાલ ઇટાલિયા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જન સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા,બોડેલી ખાતે વૈષ્ણવ સમાજની વાડીમાં આયોજિત આમ આદમી પાર્ટીના આ જન સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સામાન્ય જનતા પણ જોડાઈ હતી, ગોપાલ ઇટાલિયાએ દિલ્હી અને પંજાબ માં આમ આદમી પાર્ટીમાં કામોને વાગોળી ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા આગામી વિધાન સભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કાર્યકમ મા ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આમ આદમીપાર્ટીમાં જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

