Gujarat

નડિયાદની પરિણીતાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી

નડિયાદ
નડિયાદ તાલુકાના ફતેપુરા ગામે રહેતી ૩૫ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૫માં પીપળાતા ગામે કંસારીપુરા નવાગરા વિસ્તારમાં રહેતા યુવક સાથે જ્ઞાતિના રીતે રિવાજ મુજબ થયા હતા. પરિણીતા પોતાના સાસરીમાં આવી હતી. થોડા સમય પરિણીતાને સારી રીતે રાખ્યા બાદ સાસુએ ઘરના કામકાજ બાબતે પરિણીતા સાથે ઝઘડો કરતા હતા. ઉપરાંત સંતાન ન થતું હોવાથી તેણીના પતિ અને સાસુ કહેતા કે તું વાંઝણી છે, તને ક્યારેય છોકરા નહીં થાય તેમ કહી અવારનવાર મહેણાં ટોણાં મારતા હતા. સાથે સાથે ઘરવખરીની કોઈ ચીજવસ્તુ લાવી આપતા પણ નહોતા. ઉપરાંત તેણીના પતિએ પીડિતાના નામ ઉપર લોન લીધેલી હતી જેના હપ્તા પણ ભરતા ન હતા અને કહેતા કે તારા પિયરમાંથી પૈસા લઈ આવ. જાેકે, અગાઉ પીડિતાએ પોતાના સાસરિયાઓને ૩૫ હજાર જેટલી રકમ આપી આર્થિક મદદ કરી છે. પરંતુ દહેજના ભુખ્યા સાસરિયાઓ વધુ નાણાં માગતા હતાં. પરિણીતાના સાસુ પોતાના મકાનના પતરા લાવવા માટે નાણાં લઈ આવ તેમ કહી પીડિતા પર અત્યાચાર ગુજારતા હતા. જાેકે પીડિતા આ માગણીને ન સંતોષતા તેના પતિ અને સાસુએ તેણીને ઘરની બહાર તગેડી મૂકી હતી. આથી બેબાકળી બનેલી પીડિતાએ સમગ્ર મામલે નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.ખેડા જિલ્લામાં વધુ એક દહેજના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદના પીપળાતાની પરિણીતાને તેના સાસુ અને પતિએ અવારનવાર સંતાન થતુ નથી અને મકાનના પતરા લાવવા માટે પીડિતા પાસે નાણાંની માંગણી કરી હતી. જાેકે આ માગણી નહી સંતોષતા પીડીતા પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આ અત્યાચાર સામે પીડીતાએ અવાઝ ઊઠાવી સમગ્ર મામલે પોતાના પતિ અને સાસુ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *