મોરબી
હળવદ પોલીસ મથકના કિશોરભાઇ મનજીભાઇ સોલગામા તથા વિરેદ્ન્ર્સિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેણાક મકાનમાં આરોપી ક્રુષ્ણસિંહ જયેન્દ્રસિંહ ઝાલા પોતાના રહેણાક મકાનમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. જેથી પોલીસ ઘટના સ્થળે રેઇડ ચલાવી હતી. જ્યાં કૃષ્ણ જયન્દ્રસિંહ ઝાલા, રૂપેશ લખમણભાઇ પટેલ, ચંદુલાલ નરસીભાઇ સંઘાણી, ભરત ભગવાનભાઈ અઘારા,મુકેશ પટેલ અને નિલેશ દરજી જુગાર રમતા મળી આવ્યા હતા. પણ પોલીસને જાેઈને જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેને પગલે આરોપી ભરત અઘારા, મુકેશ પટેલ અને નિલેશ દરજી આ દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. જ્યારે પોલીસે કૃષ્ણ ઝાલા, રૂપેશ પટેલ અને ચંદુલાલ સંઘાણી પાસેથી રોકડ રૂપિયા ૮૨ હજાર ૪૦૦ તથા ૨ મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦૦ એમ કુલ રૂપિયા ૮૭ હજાર ૪૦૦ મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ-૪, ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હળવદના ધનાળા ગામે બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા અને જુગાર ક્લબ ઝડપી હતી. પોલીસ ત્રાટકતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેને લઈને ૩ ઈસમો ફરાર થયા હતા અને ૩ની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

