નવીદિલ્હી
સ્માર્ટફોનના વધતા ઉપયોગ અને આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે ભારતમાં ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ ગઈ છે. ઝોમેટો અને સ્વિગીનું કમિશન ડોમિનોઝ અને અન્ય રેસ્ટોરન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ડોમિનોઝ પિઝા ઇન્ડિયા ફ્રેન્ચાઈઝી તેમની બિઝનેસને ફૂડ ડિલીવરી એપ ઝોમેટો અને સ્વિગીથી હટાવી શકે છે. આવનારા સમયમાં થઈ શકે છે કે તમે ઝોમેટો અને સ્વિગી પરથી ડોમિનોઝના પિઝા ઓર્ડર નહીં કરી શકો. બંને ફૂડ ડિલીવરી એપ પર વધતા કમિશનના કારણથી ડોમિનોઝ પિઝા ઇન્ડિયા પરેશાન છે. રોયટર્સના સમાચાર અનુસાર, જાે ઝોમેટો અને સ્વિગીએ હવે તેમના કમિશનમાં વધારો કર્યો, તો ડોમિનોઝ પિઝા ઇન્ડિયા આ બંને એપ પરથી તેમના પ્રોડક્ટને દૂર કરશે. આ ખુલાસો જ્યુબિલન્ટ ફૂડવર્કસ ત્નેંમ્ૈં.દ્ગજી દ્વારા કરવામાં આવ્યો હતો. જે ભારતમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્સની ચેન ઓપરેટ કરે છે. જ્યુબિલન્ટ ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની છે. તેના ૧,૬૦૦ થી વધારે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ આઉટલેટ છે. તેમાં ૧,૫૬૭ ડોમિનોઝ અને ૨૮ ડંકિન આઉટલેટ સામેલ છે. ઝ્રઝ્રૈં એ એપ્રિલમાં ર્ઢદ્બટ્ર્ઠં અને જીુૈખ્તખ્તઅ ના તપાસના આદેશ આપ્યા હતા. બંને પ્લેટફોર્મ્સ સામે કથિત અયોગ્ય વેપાર વ્યવહાર કરવાને લઇને ફરિયાદ સામે આવી હતી. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યુબિલન્ટે આ મહિને જણાવ્યું હતું કે ભારતમાં તેના કુલ વેપારનો ૨૬-૨૭ ટકા ભાગ ઓનલાઈન પ્લેટફોર્મથી આવ્યો છે. તેમાં તેમની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પણ સામેલ છે. કંપનીએ તેમના ૧૯ જુલાઈના પત્રમાં ઝ્રઝ્રૈં ને સંબોધિત કરતા કહ્યું કે કમિશન દરોમાં વૃદ્ધિ મામલે જ્યુબિલન્ટ તેમના મોટાભાગના ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મથી ઇન-હાઉસ ઓર્ડરિંગ સિસ્ટમમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરશે. સ્માર્ટપોનના વધતા ઉપયોગ અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ભારતમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ ગયા છે. જ્યુબિલન્ટની આ ચેતવણી ત્યારે સામે આવી, જ્યારે ઝોમેટો અને સ્વિગી પર ભારતના ઘણા રેસ્ટોરન્ટે ખોટી રીતે બિઝનેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સીસીઆઇનો મામલો નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની એક ફરિયાદથી શરૂ થયો હતો. જેમાં ૫,૦૦,૦૦૦ થી વધારે સભ્ય છે. ઝોમેટો અને સ્વિગી પર ૨૦ ટકા થી ૩૦ ટકાની મર્યાદામાં લેવાયેલું કમિશન વ્યવહારુ નથી. એક વરિષ્ઠ ઉદ્યોગ કાર્યકારીએ કહ્યું કે, ઝોમેટો અને સ્વિગીના કમિશન ડોમિનોઝ અને ઘણા અન્ય રેસ્ટોરન્ટ માટે ચિંતાનો વિષય હતો. નામ જાહેર ન કરવાની શરત પર એક્ઝિક્યૂટિવે કહ્યું કે જાે કમિશનમાં વધારો કરવામાં આવે છે તો તેનાથી કારોબારીઓનો નફો ઓછો થઈ જશે.

