આણંદ
દેશ સહિત ગુજરાતમાં છેડતી ના કેસમાં વધારો થઈ રહ્યો છે યુવતી, મહિલાઓ સુરક્ષિત રહી નથી ત્યારે બોરસદ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાની ભત્રીજાએ છેડતી કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા ગત ૧૮મીના રોજ તેના ઘરે એકલાં હતા. દરમિયાન, એ સમયે એકલતાનો લાભ લઈ તેમનો ભત્રીજાે ચિરાગ સુનિલ ગોહિલ તેમના ઘરે આવી ચઢ્યો હતો. પરિણીતાની જાણ બહાર જ તેને બાથ ભરી લીધી હતી અને તેણીને તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહ્યું હતું. સમગ્ર ઘટનાથી પરિણીતા હેબતાઈ ગઈ હતી અને તેણે તેને ધક્કો મારી લાફો માર્યો હતો. વધુમાં હું તારી કાકી થાવ છું, તું મને કેમ હેરાન કરે છે તેમ કહ્યું હતું. જેને કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણી સાથે ઝઘડો કરી ગમે તેમ અપશબ્દ બોલવા લાગ્યો હતો. જાેકે, આ સમય દરમિયાન તેણીના સસરા આવી જતા ચિરાગ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. સમગ્ર ઘટના બાબતે પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓને વાત કરતાં આખરે સમજાવટ બાદ તેમણે ભત્રીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આણંદ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

