ધર્મેન્દ્ર શર્મા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધીક્ષક એ વી કાટકડ નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમાં રહી નાસતા-ફરતા આરોપીઓ તથા પેરોલ રજા પરથી કરાર કેદીઓ ને પકડી પાડવા સુચના કરેલ હોઇ જે આધારે નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. સી.ડી.પટેલ દ્વારા પોલીસ માણસો ને બાતમીદારો થકી બાતમી મેળવી આવા ઇસમો ને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે આધારે આજ રોજ એ એસઆઇ મીઠીયાભાઇ બલસિંગભાઇ બનં.૦૩ નાઓ ને બાતમી મળેલ કે રાજકોટ મધ્યસથ જેલ ખાતે આજીવન કેદ ની સજા ભોગવતો કેદી નં.૪૮૨૧૭ નામે અનીષભાઇ નારસિંગભાઇ ડુ.ભીલ રહે.કેવડી તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓને પેરોલ રાજા પરથી તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ આરોપી હાજર થયેલ ના હોઇ અને ફરાર થઇ ગયેલ હોઇ જે કેદી હાલ નસવાડી બજાર એ પી.એમ સી માર્કેટ માં આછા વાદળી ક્લરનો આખી બાયનો શર્ટ તથા લીલા કલરનો પેટ પહેરી ઉભો છે અને કાઠીયાવાડ જતી બસ માં કાઠીયાવાડ તરફ મજુરીયે જવાનો છે એવી બાતમી મળતા બાતમી આધારે એ.પી.એમ.સી માર્કેટ માં જઇ તપાસ કરતા બાતમી હકીકત વાળો ઇસમ હાજર હોઇ જેથી સાથેના પોલીસ કર્મચારીઓ દ્વારા તેને કોર્ડન કરી પકડી પાડેલ છે

