વંથલી તાલુકાના કણજાધાર ગામે રહેતી ૧૫ વર્ષ ૧૧ માસની સગીરા તા.૧૯-૭-૨૦૨૨ના પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ પાતળો છે. તેમના જમણા હાથે ત્રાજવા ત્રોફાવેલ છે અને કાળા કલરનું ટી-શર્ટ તથા લેગીંસ પહેરેલ છે. આ સગીરા સંબંધિ કોઇ ભાળ મળ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વંથલી પોલીસ સ્ટેશનની એક યાદીમાં જણાવાયું છે.
