નવીદિલ્હી
આઈઈસીની બર્મિંગહામ ખાતે મંગળવારે યોજાયેલી વાર્ષિક બેઠકમાં મહત્વના ર્નિણયો લેવાયા હતા. આ બેઠકમાં ૨૦૨૪થી ૨૦૨૭ એમ પાંચ વર્ષ માટે ક્રિકેટની મહત્વની ટુર્નામેન્ટની રૂપરેખા પણ નક્કી કરવામં આવી હતી. આઈસીસીના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ૨૦૨૫માં મહિલા વન-ડે વિશ્વ કપની યજમાની કરશે. ભારત મહિલાઓની ૫૦ ઓવરની વિશ્વ કપની ઈવેન્ટ માટે સફળ બિડર તરીકે ઉભર્યું હતું. છેલ્લે ભારતે ૨૦૧૩માં મહિલા વિશ્વ કપની યજમાની કરી હતી જેમાં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વેસ્ટ ઈન્ડિઝને ૧૧૪ રને હરાવીને ચેમ્પિયન રહી હતી. ભારતે અત્યાર સુધીમાં ત્રણ વખત ૧૯૭૮, ૧૯૮૭ અને ૨૦૧૩માં વિમેન્સ વર્લડ કપનું આયોજન કર્યું છે. વિમેન્સ ક્રિકેટને મળી રહેલા પ્રતિસાદને જાેતા આઈસીસીએ ૨૦૨૪ના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ યોજવાના હક બાંગ્લાદેશને આપ્યા હતા જ્યારે ૨૦૨૬માં ઈંગ્લેન્ડમાં મહિલા ટી૨૦ વર્લ્ડ કપ રમાશે. આ ઉપરાંત આઈસીસી ટી૨૦ ચેમ્પિયન્સ ટ્રોફની પ્રથમ આવૃત્તિ ૨૦૨૭માં શ્રીલંકામાં રમાડવાનો ર્નિણય આઈસીસીની બેઠકમાં કરાયો હતો. ભારતીય બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે મહિલા વન-ડે વર્લ્ડ કપની યજમાની માટે આતુર છીએ. ૨૦૨૫માં અમને આ તક સાંપડી છે જેનો અમને આનંદ છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, મહિલા ક્રિકેટમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. મહિલા ક્રિકેટની લોકપ્રિયતામાં ઝડપથી વધારો થયો છે અને આ યોગ્ય દિશામાં લીધેલું પગલું છે. બોર્ડ તમામ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા આઈસીસીને સહયોગ કરશે. દેશમાં ક્રિકેટની ચાહના પાયાના સ્તરેથી સુધારવા અમે અનેક પગલાં લીધા છે. વર્લ્ડ કપના આયોજનથી દેશમાં વિમેન્સ ક્રિકેટને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદ મળશે તેમ જય શાહે વધુમાં જણાવ્યું હતું. ૨૦૨૫ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટે યજમાન દેશ અને પાંચ અન્ય રાષ્ટ્રો સીધા ક્વોલિફાય થશે. જ્યારે બાકીની છ ટીમો વચ્ચે વૈશ્વિક ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા વધુ બે ટીમો વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવી શકશે. આઈસીસીએ ૨૦૨૭ સુધી નિર્ધારિત કરેલા ભાવિ ક્રિકેટ કાર્યક્રમમાં ભારત ૩૮ ટેસ્ટ રમશે. આઈસીસી વિસ્તૃત એફટીપી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરશે.

