*રાજકોટ શહેર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ૨ાજકોટ મહાનગરના વોર્ડનં.૧૦ના બુથનં.૨ પાના નં.૨૨ ના પેજપ્રમુખ બન્યા હતા.*
*રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ૨ાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ૨ાજકોટ મહાનગરના વોર્ડનં.૧૦ ના બુથનં.૨, પાનાનં.૨૨ના પેજપ્રમુખ બની પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી. અને કાર્યર્ક્તા તરીકેના દાયિત્વને નીભાવ્યુ હતું. ત્યા૨ે આ તકે રાજકોટ ખાતે ધનસુખ ભંડે૨ી, નિતીન ભા૨ધ્વાજ, કમલેશ મિરાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીને પેજપ્રમુખનું આઈકાર્ડ અર્પણ કરી તેમને સન્માનિત ક૨ેલ હતા. આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ પેજપ્રમુખ બની પોતાની પેજસમિતિ સબમીટ કરી છે. ત્યા૨ે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કાર્યર્ક્તા આધા૨ીત પાર્ટી રહી છે. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, ધારાસભ્ય અરવિંદભાઈ ૨ૈયાણી, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત ૨હયા હતા.



