Gujarat

આણંદના ખંભાતમાં ચોરીના મોબાઈલ સાથે ૩ની અટકાયત કરાઈ

ખંભાત
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ ખંભાત સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપવામાં આવી હતી. ત્યારે પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારોથી ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. જેમાં જણાવા મળયું હતું કે ખંભાત લાલ દરવાજા આગળ જતા ત્રણ ઇસમો ચોરીના મોબાઈલ લઈ જઈ રહ્યા છે. બાતમીને આધારે પોલીસે તમામને ઝડપી ચેક કરતા તેઓની પાસેથી ૨૭ જેટલા બીલ વગરના (ચોરીના) મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેના વિશે પુછ પરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. સઘન પુછપરછ કરતા તમામ મોબઇલ રાલજ, વત્રા, ડાલી, કલમસર, બાજીપુરા, ખટનાલ, સહિત ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરેલ હોવાની કબુલાત આપી હતી. જેના પરથી પોલીસને મોબાઇલ ચોરીના ગુનામાં ત્રણની અટકાયક કરી હતી. ઝડપાયેલ આરોપીઓ પાસેથી કુલ ૨૭ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ તથા એક ટેબ-લેટ તથા કિ-પેડ ફોન મળી કુલ રૂ.૧,૫૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ ચોરીની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *