રાજ્યમાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૭ ઓગસ્ટ સુધી મહિલા સન્માન તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મહિલા લાભાર્થીઓને આપવાના કાર્યક્રમો યોજાઇ રહયા છે. જેમાં તા.૪ ઓગસ્ટના રોજ યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમ મહિલા નેતૃ્ત્વ દિવસની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી મનીષાબેન વકીલ, પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે.
આ કાર્યક્રમના સ્થળે જ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો મળી રહે તેવા ૧૬ કેમ્પોની વ્યવસ્થા ઉભી કરાશે. જેવા કે હેલ્થ ચેકઅપ, નિરામય કેમ્પ, એનએસએપી/પિંક કાર્ડ કેમ્પ, લીગલ કેમ્પ, બેંકીગ જાગૃતતા કેમ્પ, પેપ સ્મીયર ટેસ્ટ કેમ્પ, શૈક્ષણિક કેમ્પ, ચૂંટણી કેમ્પ, પોલીસ કેમ્પ, સ્પોર્ટસ કેમ્પ,
