Maharashtra

મહારાષ્ટ્રમાં કેકના સ્પાર્કલ કેન્ડરમાં બ્લાસ્ટ થતાં બાળકી ગંભીર ઈજાગ્રસ્ત થઈ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ચંદ્રપુર જીલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બર્થડે પાર્ટી દરમિયાન કેક પર લગાવવામાં આવતી સ્પાર્કલ કેન્ડલ બ્લાસ્ટ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં એક બાળક ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બ્લાસ્ટમાં બાળકના ગાલ અને જીભ ફાટી ગયા હતા. ૩ ડોક્ટરોની ટીમે પાંચ કલાક સુધી સર્જરી કરી અને બાળકને અસંખ્ય ટાંકા લગાવવા પડ્યા હતા. જાેકે, હાલ બાળકની સ્થિતિ સામાન્ય છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે સ્પાર્કલ કેન્ડલ સળગાવવાના લગભગ ચાર કલાક બાદ બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બાળક તે સ્પાર્કલ કેન્ડલથી રમી રહ્યો હતો. આ ઘટના ચંદ્રપુરના ચિમૂર તાલુકાના ભિસિ ગામની છે. ગામમાં એક સંબંધીના ઘરે બર્થ ડે પાર્ટી હતી. ૧૦ વર્ષનો આરંભ ડોંગરે તેના માતાપિતા સાથે આ પાર્ટીમાં ગયો હતો. પાર્ટી ખૂબ મોટી હતી અને સ્પાર્ક કેન્ડલ સાથે ડેકોરેટ કરેલી કેક કાપવામાં આવી, ભેટ આપવામાં આવી. પાર્ટીમાં આવેલા મહેમાન ભોજન કરી રહ્યા હતા અને બાળકો રમી રહ્યા હતા. ૧૦ વર્ષનો આરંભ ડોંગરે પણ રમી રહ્યો હતો અને તેની નજર સળગી ચૂકેલી સ્પાર્કલ કેન્ડલ પર પડી અને તે તેનાથી રમવા લાગ્યો. ત્યારે અચાનક જ કેન્ડલમાં બ્લાસ્ટ થયો અને આરંભ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેના ગાલ અને જીભ ફાટી ગયા હતા. આ ઘટના બાદ પાર્ટીમાં મસ્તીનો માહોલ ગંભીર બની ગયો હતો. ગામમાં હોસ્પિટલની સુવિધા ન હોવાથી આરંભને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક ૫૦ કિમી દૂર બ્રહ્મપુરીની આસ્થા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વધુ લોહી વહી જતા આરંભની સ્થિતિ નાજૂક બની ગઇ હતી. આસ્થા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો. શ્રીકાંત પેરકા, ડો. સુમિત જયસ્વાલ, ડો. પંકડે પાંચ કલાકની સર્જરી બાદ ટાંકા લગાવ્યા અને આરંભનો જીવ બચાવ્યો હતો. જાેકે, હાલ આરંભની સ્થિતિ સામાન્ય છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બાદ બાળકના પિતા લોકોને સ્પારકલ કેન્ડલથી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ઇજાગ્રસ્ત બાળકના પિતા વિનોદ ડોંગરેએ જણાવ્યું કે, સાંજે ૬ વાગ્યે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ૧૦ વાગ્યે કેન્ડલમાં બ્લાસ્ટ થયો. જાેકે, આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે આ ઘટના સૌને તે માનવા પર મજબૂર કરી દે છે. તેથી હું બધા લોકોને કહેવા માંગુ છું કે, જન્મદિવસ મનાવવો જાેઇએ, પરંતુ સાવધાની સાથે. સર્જરી કરનાર ડોક્ટરે કહ્યું કે, ૧૦ વર્ષનો આરંભ ગંભીર હાલતમાં હતો અને તેના ગાલ ફાટી ગયા હતા. જાેકે, આંખ સદ્દભાગ્યે બચી ગઇ હતી. અમે પ્લાસ્ટિક સર્જરી કરી. ૨-૩ દિવસ સુધી તે કંઇ ખાઇ શક્યો નહીં. જાેકે હવે બાળક સ્વસ્થ છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *