નવીદિલ્હી
ઓગસ્ટ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. નવા મહિનાની શરૂઆતની સાથે સાથે કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થયો છે. કેટલાક ફેરફાર તમને ફાયદો કરાવશે તો કેટલાક તમારા ખિસ્સા પર અસર પાડશે. જાણો વિગતવાર માહિતી….ા્ ૧. રાંધણ ગેસ (ન્ઁય્ ગેસ)ના ભાવમાં ફેરફાર થયો છે. ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૬ રૂપિયા ઘટાડો થયો છે. જાે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્રે જણાવવાનું કે દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. ગત મહિને પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા હા. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયા વધ્યા હતા. ૨. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશમુજબ બેંક ઓફ બડોદા (મ્ર્ંમ્) એક ઓગસ્ટથી ૫ લાખ રૂપિયા કે તેનાથી વધુના ચેક ઈશ્યુ કરવા માટે ર્ઁજૈંૈદૃી ઁટ્ઠઅ જીઅજંીદ્બ લાગૂ કરશે. આવામાં ચેક ક્લિયર થતા પહેલા ઓથેન્ટિકેશન માટે બેંકને જાણકારી આપવી પડશે. બેંક ફ્રોડ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ૩. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ હતી. હવે આજથી ઈન્કમ ટેક્સ ફાઈલ કરશો તો લેટ ફાઈન લાગશે. આવકવેરા વિભાગે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે આ વખતે ડેડલાઈન આગળ વધારવામાં નહીં આવે. ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરવામાં આવશે તો પાંચ લાખ રૂપિયા કે તેનાથી ઓછી આવક પર ૧૦૦૦ રૂપિયા ફાઈન લાગશે. પાંચ લાખ કે તેથી વધુની આવક પર લેટ ફી તરીકે ૫૦૦૦ રૂપિયા લાગશે. આ રકમ વધીને ૧૦,૦૦૦ રૂપિયા સુધી પણ જઈ શકે છે. ૪. પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રજિસ્ટ્રેશન ૩૧જુલાઈએ પૂરું થઈ ગયું. જે લોકો રજિસ્ટ્રેશન કરી નથી શક્યા તેઓ હવે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે નહીં.

