જેમાં રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર બેઠક માટે પ્રો.અર્જુનભાઈ વિરસિંગભાઈ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે, પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તાર ગણાતા એવા મોટી સઢલી ગામના મૂળ રહેવાસી છે,સરદાર પટેલ યુનિ.માંથી તેમને ઈંગ્લીશ લિટરેચર માં MA અને લંડન ની લિડ્સ યુનિ.માંથી પણ MA નો અભ્યાસ કર્યો છે, ગુજરાતમાં સેન્ટરલ યુનિ .માં તેમણે Mphil કર્યું છે, 1997 થી તેઓ પાવીજેતપુર ની મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ શરૂ કરી, 2012 માં તેમણે રાજકારણ માં પ્રવેશ લીધો , JDU માં જોડાયા અને JDU માંથી છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને ત્યાર બાદ તે આમ આદમી પાર્ટીમાં જોડાયા ,2014 માં અર્જુન રાઠવા એ છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર આપ ના ઉમેદવાર રહયા ,અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પણ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર આપ માંથી લડ્યા ,જોકે તેમાં તેમને ખુબજ ઓછો પ્રતિસાદ મળ્યો, આમ આદમી પાર્ટી માંઅર્જુન રાઠવાને મધ્ય ગુજરાત ના સંગઠન મંત્રી ની જવાબદારી આપવામા આવી અને છેલ્લા 4 મહિનાથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહયા છે, સતત આદિવાસી સમાજ ના પ્રશ્નો માટે લડતા આવ્યા છે, એક સામાજિક કાર્યકર્તા તરીકે ની પણ તેમની આગવી ઓળખ રહી છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

