જેતપુર તલાટીઓએ કચેરીની ચાવી તાલુકા મથકે જમાં કરાવી
ગુજરાત રાજ્યના તલાટી મંત્રી મંડળ દ્વારા વર્ષ 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. આ બાબતે અગાઉ વર્ષ 2021 માં તલાટી મંત્રી મંડળ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ એ સમયે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાહેધરી આપતા તલાટી મંત્રી મંડળ દ્વારા હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હજુ પણ નિરાકરણ નહિ આવતા તલાટી મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બાહેધરી આપ્યા બાદના અંદાજે નવ મહિના જેટલા સમય વીત્યા છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અનેકો રજૂઆત છતાં પણ સુખદ અંત આવેલ નથી ત્યારે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળની 9 જુલાઈ 2022 ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનું નક્કી કરેલ કે આગામી 2 ઓગસ્ટ 2022 થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રી મંડળ પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અ ચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના તલાટી મંત્રી મંડળના નિર્ણયને સમર્થન આપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના તલાટી મંત્રી મંડળ પણ આ હડતાલમાં જોડાયા છે.
રાજ્ય સરકાર દ્વારા તેઓની માંગણી નહીં સંતોષાતા અંતે હાલ રાજ્ય ભરના તલાટી મંત્રી મંડળ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરનાં તલાટી મંત્રી મંડળના તલાટીઓ દ્વારા હડતાલમાં સમર્થન કરી અને તેમની કચેરીની ચાવી તાલુકા મથકે જમા કરાવવામાં આવી છે. આ ઉપરાંત તલાટી મંત્રી મંડળ દ્વારા તલાટીઓને સાથે રાખીને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી અને તેમની માંગ અને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવી અને રજૂઆત છે અને હડતાલ પર ઉતર્યા છે.

