Gujarat

જૂનાગઢમાં રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨ તાલીમ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ,જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨ તાલીમ કાર્યક્રમ  યોજાયો હતો. આ પ્રોજેક્ટ  માટે આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ છે.

આ પ્રોજેક્ટ નું દીપપ્રાગટ્ય  જલ્પાબેન ક્યાડા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના હસ્તે યોજાયું હતુ.  ,કંચન બેન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ,ડો.માતંગ પુરોહિત પ્રેમાનંદ વિદ્યા મંદિર ,ડો.એસ.આર.ગજેરા,હરદાસભાઈ વાઢેર,જયશ્રીબેન રંગોલીયા,વી.પી.આકોલ,જિગર રાદડિયા તથા જૂનાગઢ સીટી તથા તાલુકા ના શિક્ષકો હાજર રહી ને આ પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમસ્યાઓ નું જ્ઞાન મેળવે, રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા તથા આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *