Maharashtra

બોલીવુડના દિગ્ગજ અભિનેતાએ અચાનક દુનિયામાંથી લીધી વિદાય

મુંબઈ
મનોરંજન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હિન્દી સિને જગતના દિગ્ગજ કલાકારનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે ૩ ઓગસ્ટના રોજ સાંજે દિગ્ગજ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીએ છેલ્લા શ્વાસ લીધા. મિથિલેશ લાંબા સમયથી હ્રદયની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. રિપોર્ટ્‌સ મુજબ થોડા સમય પહેલા મિથિલેશને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓ સારવાર માટે પોતાના હોમ ટાઉન એટલે કે લખનઉ શિફ્ટ થયા હતા. અનેક કોશિશ છતાં મિથિલેશનો જીવ બચી શક્યો નહીં. તેમણે ગઈ કાલે દુનિયાને અલવિદા કરી. મિથિલેશ ચતુર્વેદીના નિધનના સમાચાર તેમના જમાઈ આશીષ ચતુર્વેદીએ આપ્યા. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા મિથિલેશ વિશે જાણકારી આપી. તેમણે અભિનેતાની કેટલીક તસવીરો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું કે તમે દુનિયાના સૌથી સારા પિતા હતા. તમે મને જમાઈ નહીં પરંતુ એક પુત્રની જેમ પ્રેમ આપ્યો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. આ પોસ્ટ સામે આવતા જ બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મિથિલેશ ચતુર્વેદીની એક્ટિંગ કરિયર વિશે વાત કરીએ તો તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું હતું. તેમણે જાણીતી ફિલ્મો જેમ કે ફિઝા, કોઈ મિલ ગયા, સત્યા, ગદર એક પ્રેમકથા, બંટી ઓર બબલી, કૃષ, તાલ, મોહલ્લા અસ્સી, રેડી માં કામ કર્યું છે. આ ઉપરાંત મિથિલેશે વેબ સિરીઝ સ્કેમ ૧૯૯૨ઃ ધ હંસલ મહેતા સ્ટોરીમાં પણ કામ કર્યું હતું.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *