Gujarat

રાજકોટમાં નવરાત્રિ પહેલાથી જ લોકો દાંડિયા ક્લાસિસમાં પહોંચ્યા

રાજકોટ
નવરાત્રિના આડે હજી દોઢ મહિનાથી વધુનો સમય બાકી છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અર્વાચીન ગરબા બંધ રહ્યા હતા. પરંતુ આ વર્ષે નવરાત્રિનું આયોજન થાય તેવી પૂરી શક્યતા છે. આથી ખેલૈયાઓ પણ ઉત્સાહમાં આવીને અત્યારથી જ દાંડિયા ક્લાસિસમાં અવનવા સ્ટેપ શીખવા માટે પડાપડી કરી રહ્યા છે. આ વર્ષે ફેન્સી પંચીયો, ટીમલી, બોલીવૂડ વીથ ટીટોડોમાં નવા સ્ટેપ ખેલૈયાઓ શીખી રહ્યા છે. આ સ્ટેપની હાલ રાજકોટના દાંડિયા ક્લાસિસમાં બોલબાલા છે. જીમને બદલે એક્સરસાઇઝ માટે લોકો ગરબા શીખી રહ્યા છે. હું છેલ્લા ૨૦ વર્ષથી દાંડિયા ક્લાસ ચલાવું છું. કોરોનાને કારણે બે વર્ષથી નવરાત્રિનું આયોજન થતું નહોતું, પરંતુ આ વર્ષે નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે. આથી અમે અત્યારથી જ ક્લાસિસ શરૂ કરી દેતા ખેલૈયાઓ નવા સ્ટેપ શીખવા આવી રહ્યા છે. મારે ત્યાં એવા સ્ટુડન્ડસ પણ આવે છે જે જીમમાં જતા નથી પરંતુ એક્સરસાઇઝ કરવા માટે ગરબા કરી રહ્યા છે. આથી એક્સરસાઇઝની એક્સરસાઇઝ અને એન્ટરટેઇન્ટમેન્ટનું એન્ટરટેઇન્ટમેન્ટ પણ થાય છે. તમે જાણો છો કે સુરતી દોઢીયાના નવા સ્ટેપ શીખવા માટે ઘણા ખેલૈયાઓ આવતા હોય છે. અમે આ વખતે આપણા જે રેગ્યુલર સ્ટેપ જેવા કે, ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ચોકડી એ બધા તો શીખવાડીએ જ છીએ, પરંતુ આ વખતે અમે ઘણાબધા નવા સ્ટેપ પણ લાવ્યા છીએ. જેમાં ફેન્સી પંચીયો, ટીમલી, બોલીવૂડ વીથ ટીટોડોનો સમાવેશ થાય છે. અત્યારથી જ અમને ખેલૈયાઓનો રિસ્પોન્સ મળી રહ્યો છે કે ૮૦૦ સ્ટુડન્સ થઈ ગયા છે. અત્યારે અમે નવરાત્રિ માટે ગરબા ક્લાસ શરૂ કરી દીધા છે. બે વર્ષ બાદ અમે નવરાત્રિમાં ગરબા રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. બીજા તહેવાર આવે કે ન આવે પણ નવરાત્રિ માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ. હેલ્થ માટે ગરબા સારા છે સાથોસાથ એન્ટરટેઇન્ટેમેન્ટ પણ આપે છે.

File-01-Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *