Maharashtra

‘આકાસા એર’ની મુંબઈથી અમદાવાદની પહેલી ફ્લાઈટ

મુંબઈ
દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે મુંબઈથી અમદાવાદ જતી અકાસા એરની સૌ પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આકાસા એરલાઈન્સ શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત એવિએશન ઇન્ડસ્ટ્રીના અનુભવી આદિત્ય ઘોષ અને વિનય દુબે સમર્થિત એવિએશન કંપની છે. જેને ૭ જુલાઈએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) ડી.જી.સી.આઈ તરફથી એર ઓપરેટર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આકાસા એરના ઈનોગ્યુરેશન સમયે મુંબઈ એરપોર્ટ પર હાજર ઝુઝુનવાલાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “મારે મંત્રી સિંધિયાનો આભાર માનવો જાેઈએ કારણ કે લોકો કહે છે કે ભારતમાં ખૂબ જ ખરાબ અમલદારશાહી છે પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમને જે સહકાર આપ્યો છે તે અવિશ્વસનીય છે.” વિશ્વમાં ક્યાંય પણ ૧૨ મહિના જેટલા ટૂંકાગાળામાં એરલાઇનની કલ્પના થઈ અને પછી તે ઓપરેટ કરતી થઈ હોય તેવું બન્યું નથી. તેમણે ઉમેર્યું. “સામાન્ય રીતે બાળકનો જન્મ ૯ મહિનામાં થાય છે, અમને ૧૨ મહિનાનો સમય લાગ્યો છે. જાેકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકાર વિના આ શક્ય ન હતું.” મહત્વનું છે કે આકાસા એરની પહેલી ફ્લાઇટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યા પછી સિંધિયાએ કહ્યું કે, આ ખરેખર એક કરતાં વધુ રીતે ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે “નવી સવાર” છે. “વિશ્વભરમાં આ ક્ષેત્ર છેલ્લા એક-બે દાયકામાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણી ઘટનાઓએ વૈશ્વિક સ્તરે આ ઉદ્યોગનું ચિત્ર જ બદલી નાખ્યું છે.” તેમણે કહ્યું આગળ કહ્યું કે, ભારતમાં આ એક એવું ક્ષેત્ર હતું જેમાં એક સમયે નવા ઉદ્યમીઓ અને નવા વિચારોની ભરમાર જાેવા મળતી હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં ઘણી વિઝનરી એરલાઇન્સ પણ બંધ થઈ છે. “તેથી હું એમ કહી રહ્યો છું કે ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે આ ઘણી રીતે એક નવી સવાર છે.” સિંધિયાએ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના “ડીમોક્રેટાઈઝેશન” માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને વિઝનને કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “પહેલાં આ ઉદ્યોગને ખાસ લોકોનો ઉદ્યોગ જ ગણવામાં આવતો હતો. પરંતુ એ પીએમ મોદીનું સ્વપ્ન હતું કે ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ પ્લેનમાં ઉડી શકે, અને તેના કારણે છેલ્લા આઠ વર્ષમાં પરવડે તેવી કિંમતો અને સુલભતા સાથે આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, જે આપણે પહેલાં ક્યારેય જાેયું નથી.” તેમણે છેલ્લે કહ્યું કે, “આ નવા વાતાવરણમાં, હું અકાસા એરને આવકારવા માંગુ છું.”

File-01-Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *