આજે પ્રાત શૃંગાર માં સોમનાથ મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર જે તેનો શૃંગાર કરવામાં આવેલ, સાથે જ ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહાર સાથે અલૌકિક શૃંગાર કરવામાં આવેલ હતો, જે દર્શનની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા હતા.
એક અંદાજ પ્રમાણે સવારે 4-00 વાગ્યે થી 8-00 સુધી એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા.
પ્રાતઃ આરતી સમયે ભક્તો નો માનવમહેરામણ અને રત્નાકર સમુદ્ર શિવ ભક્તિ માં લીન બન્યા હતા.
સવારે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય એ સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
